માથાનો દુખાવો દૂર કરવાના આયુર્વેદિક ઉપાય, એક વખત અચૂક ટ્રાય કરી જુઓ


By Sanket M Parekh13, May 2023 04:08 PMgujaratijagran.com

તજ

પોષક તત્વોથી ભરપુર તજના ઉપયોગથી માથાનો દુખાવો દૂર કરી શકાય છે. આ માટે તજના પાવડરમાં પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો, જેને થોડીવાર માટે માથા પર લગાવીને રાખો.

આદુ

એન્ટી-ઈંફ્લેમેટરી અને એન્ટી સેપ્ટિક ગુણોથી ભરપુર આદુ માથાના દુખાવાને ઓછો કરી શકે છે. આ માટે માથા પર આદુનો રસ લગાવો અથવા આદુને ચામાં લીંબુ મિક્સ કરીને પીવાથી દુખાવામાં રાહત મળશે.

લવિંગ

લવિંગના પાવડરને કપડામાં લપેટીને સુંઘવાથી માથાનો દુખાવો ઓછો થઈ શકે છે. જ્યારે લવિંગના તેલની માથામાં માલિશ કરવાથી પણ માથાના દુખાવામાંથી છૂટકારો મળી શકે છે.

ચંદન

તાસિરમાં ઠંડુ હોવાના કારણે ચંદન પણ તમને માથાના દુખાવામાંથી છૂટકારો અપાવી શકે છે. આ માટે ચંદનની પેસ્ટને માથા પર થોડીવાર સુધી લગાવીને રાખવાથી માથાનો દુખાવો દૂર થશે.

ફુદીનો

ફુદીનાની પેસ્ટ બનાવીને માથા પર લગાવવા અથવા તેના તેલની માલિશ કરવાથી માથાના દુખાવામાં રાહત મળી શકે છે. ફુદીનો ગુણોથી ભરપુર હોય છે, જે માથાના દુખાવાને દૂર કરી શકે છે.

વજન ઘટાડવા માટે આ રીતે તજનો ઉપયોગ કરો, થોડા દિવસોમાં દેખાશે અસર