By Sanket M Parekh2023-05-12, 16:23 ISTgujaratijagran.com
સુગરી ફૂડ્સ
સુગરી ફૂડ્સ જેમ કે કેક, મિઠાઈ, ખીર અને ખાંડ યુક્ત સ્વીટ્સ, બિસ્કિટ વગેરેમાં હાઈ કેલેરીઝ અને ફેટ હોય છે, જે કૉલેસ્ટ્રોલ વધારવાનું કારણ બને છે.
પ્રોસેસ્ડ મીટ
પ્રોસેસ્ડ મીટમાં સેચ્યૂરેટેડ અને ટ્રાન્સ ફેટ હોય છે, જેને ખાવાથી કોલેસ્ટ્રૉલ લેવલ વધે છે. આ સાથે મોટાપો અને હાર્ટ સબંધી બીમારીઓનો ખતરો વધી શકે છે.
ફાસ્ટ ફૂડ્સ
ફાસ્ટ ફૂડ્સ ભલે ઝડપથી બની જાય, પરંતુ સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ હાનિકારક છે. જેમાં કોઈ પણ પ્રકારના પોષક તત્વો નથી હોતા, જે હાઈ કોલેસ્ટ્રૉલ અને ડાયાબિટીઝનું કારણ બની શકે છે.
ઑઈલી ફૂડ્સ
ઑઈલી ફૂડ્સ કોલોસ્ટ્રૉલ વધારે છે. જો તમે કોલેસ્ટ્રોલના વધવાની સમસ્યાથી પરેશાન હોવ, તો એવામાં ઑઈલી ફૂડ્સ એવૉઈડ કરો.
ઈંડાનો પીળો ભાગ
જો ઈંડા ખાવાનો શોખ છે, તો તેનો પીળો ભાગ ના ખાશો. હકીકતમાં ઈંડાના પીળા ભાગને ખાવાથી કૉલેસ્ટ્રોલનું લેવલ વધે છે.
ડેરી પ્રોડક્ટ્સ
વધારે પડતી ડેરી પ્રોડક્ટ્સ ખાવાનું ટાળવું જોઈએ. જેમાં કૉલેસ્ટ્રૉલના વધવાનો ખતરો વધી જાય છે.
ગરમીની સિઝનમાં લીંબુ છે લાજવાબ, તેનો રસ પીવાના મેજિકલ ફાયદા જાણીને થશો દંગ