તમામ પોષક તત્વો આપણા શરીરને અલગ-અલગ રીતે હેલ્ધી રાખે છે. વિટામિન પણ આમાનું એક છે, જે આપણને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે.
જો તમે પણ જરૂરિયાત કરતાં વધારે વિટામિનનું સેવન કરો છો, તો તેનાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુક્સાન થઈ શકે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએે..
ખાસ કરીને વિટામિન A, C અને D જેવા વિવિધ વિટામિન્સનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી તમને ઉબકાની સમસ્યા થઈ શકે છે.
આ ઉપરાંત પેટમાં ચૂંક અને ઝાડા પણ થઈ શકે છે. આ ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઈનલ સમસ્યા વધારે પ્રમાણમાં વિટામિન લેવાના કારણે થતી હોય છે.
શરીરમાં વિટામિન-Aનું વધારે પ્રમાણ થઈ જાય, તો વ્યક્તિને ચક્કર આવવા, માથામાં દુખાવો અને વાળ ખરવા જેવી સમસ્યા થઈ શકે છે.
વિટામિન-Dનું પ્રમાણ વધી જાય તો નબળાઈ, ભ્રમ, કિડની સ્ટોન અને હાર્ટ એરિથમિયાનું કારણ પણ બની શકે છે.
વિટામિન-B6 અને B3નું પ્રમાણ શરીરમાં વધી જવાથી નર્વ ડેમેજ થવા સાથે લિવર સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે.
આ ઉપરાંત આયરન પણ એક મહત્વપૂર્ણ મિનરલ્સ છે. જેનું વધારે પ્રમાણ ઉબકા, કબજિયાત, પેટમાં દુખાવો અને ઓર્ગન ફેઈલ્યોર જેવી સમસ્યાનું કારણ બની શકે છે.