લોહી સાફ કરવા માટે દવાઓ નહીં, પરંતુ આ ફૂડ્સનું સેવન કરો


By Sanket M Parekh17, Dec 2023 04:13 PMgujaratijagran.com

બીટ

બીટમાં બીટાસાયનિન હોય છે, જે એક પાવરફલ એન્ટીઓક્સિડેન્ટ છે. જે લોહીને સાફ કરવામાં મદદ કરે છે. જેના ટૂકડા કરીને પાણીમાં ઉકાળી લો. જે બાદ તેને ગાળીને પી લો.

આદુ અને લીંબુ

આદુને પીસી લો. હવે તેમાં લીંબુના રસની બે-ત્રણ બુંદો મિક્સ કરીને ચપટી સંચળ અને મરીનો મસારો મિક્સ કરીને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. જેનાથી લોહી સાફ થાય છે.

તુલસી

તુલસીના પત્તાનું સેવન અનેક રીતે ફાયદેમંદ હોય છે. ખાલી પેટ તુલસીના પત્તા ખાવાથી લોહી સાફ થાય છે. તુલસીના પત્તા ઓક્સિજનથી ભરપુર હોય છે. જેનાથી બ્લડમાં ઑક્સિજનનું પ્રમાણ પણ પહોંચે છે.

લસણ

ખાલી પેટ લસણનું સેવન કરવું ફાયદેમંદ છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેવા સાથે જ લોહી પણ સાફ થાય છે. દરરોજ લસણની કળી ખાવાથી ફંગલ ઈન્ફેક્શન થવાની સંભાવના ઘટી જાય છે.

આમળા

વિટામિન-સીથી ભરપુર આમળા લિવર ફંક્શનને સુધારે છે અને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. જેનાથી શરીર અનેક પ્રકારના રોગથી બચી શકે છે. સૌથી જરૂરી છે કે, તેને ખાવાથી લોહીમાં રહેલ અશુદ્ધી દૂર રહે છે.

લીંબુ

દરરોજ સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી શરીરમાંથી ગંદકી સાફ થઈ જાય છે. એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધુ લીંબુ નીચોવીને ખાલી પેટ રી જાવ. લીંબુનુ રસ લોહી સાફ કરવાની સાથે ડાઈઝેશન પણ સુધારે છે.

ઠંડીમાં મકાઈની રોટલી ખાવાથી શરીરને મળશે આ ફાયદા