સાવધાન: વધારે કેલ્શિયમ ખાવાથી શરીરને થઈ શકે છે આ નુક્સાન


By Sanket M Parekh2023-04-30, 16:16 ISTgujaratijagran.com

કિડની સાથે સંકળાયેલી સમસ્યા

શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે થવા પર કિડનીને ફિલ્ટર કરવામાં વધારે મહેનત કરવી પડે છે. વધારે કેલ્શિયમ ખાવાથી તમને કિડની સ્ટોનની પણ સમસ્યા થઈ શકે છે.

ઓસ્ટિયોપોરોસિસ

સામાન્ય રીતે શરીરમાં કેલ્શિયમની કમી થવા પર ઓસ્ટિયોપોરોસિસ થાય છે, પરંતુ જો શરીરમા જરૂર કરતાં વધારે કેલ્શિયમ હોય, તો પણ તમારે આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

માંસપેશીઓ પર અસર

કેલ્શિયમ વધારે હોવા પર માંસ પેશીઓની સાથે સાંધામાં દુખાવો થઈ શકે છે. આ સિવાય મસલ ક્રેમ્પ પણ થઈ શકે છે.

હાર્ટ માટે નુક્સાનદાયક

કેલ્શિયમનું વધારે પ્રમાણ હાર્ટને પણ અનેક રીતે નુક્સાન પહોંચાડી શકે છે. એવામાં હાર્ટના મસલ્સ પ્રભાવિત થવાની સાથે ધમનીઓમાં બ્લૉકેજનો ખતરો રહે છે.

મગજ પર અસર

વધારે પ્રમાણમાં કેલ્શિયમ ખાવાથી મગજ પર વિપરિત અસર થાય છે. જેનાથી સમજવા-વિચારવાની ક્ષમતા ઓછી થવાની સાથે ડિમેન્શિયા પણ થઈ શકે છે.

વિદ્યા બાલનની ફિટનેસ જર્ની