ફાયદેમંદ હોવાની સાથે નુક્સાનકારક પણ છે કારેલા, જાણો તેની ગંભીર સાઇડ ઇફેક્ટ્સ


By Sanket M Parekh2023-05-21, 14:17 ISTgujaratijagran.com

કારેલા

એક્સપર્ટ કાયમ લીલા શાકભાજીને પોતાની ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે અને કારેલા આવા જ શાકભાજી પૈકીના એક છે.

ગુણકારી

કારેલા ભલે સ્વાદમાં કડવા હોય, પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે અનેક લોકો તેના સ્વાદના કારણે કારેલા ખાવાનું ટાળે છે.

હાનિકારક

શું તમે જાણો છો, ગુણોથી ભરપુર કારેલા અનેક વખત તમારા માટે હાનિકારક પણ હોઈ શકે છે.

આવા લોકો ના ખાય

એવામાં ચાલો જાણીએ, કેવા લોકોએ કારેલાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

પ્રેગ્નેન્સી

કારેલાની વચ્ચે રહેલ મેમેરચેરિન તત્ત્વ ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક નીવડી શકે છે. એવામાં ગર્ભાવસ્થા દરમિયાન કારેલાનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.

લો સુગર લેવલ

જો તમને લો સુગલ લેવલની સમસ્યા છે, તો ભૂલથી પણ કારેલા ના ખાવા જોઈએ. કારણ કે કારેલાના કારણે બ્લડ સુગર લેવલ લો થઈ શકે છે.

પેટમાં દુખાવો

દરરોજ કારેલાનું સેવન કરવાથી પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. આટલું જ નહીં, કારેલાનું વધારે સેવનથી અનેક લોકોને તાવ અથવા માથામાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે.

લીવર

જો તમે દરરોજ કારેલા કે તેના જ્યૂસનું સેવન કરો છો, તો તે લીવરના સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક હોઈ શકે છે, કારણ કે કારેલીમાં લેક્ટિન ભરપુર માત્રામાં મળી આવે છે.

ડાયરિયા

જરૂરતથી વધારે કારેલા ખાવાથી ડાયેરિયા અને ઊલટીની સમસ્યા વધી શકે છે. આથી દરરોજ કારેલા ખાવાથી બચવું જોઈએ.

હનુમાન ચાલીસા કરતાં સમયે આ વાતોનું રાખો વિશેષ ધ્યાન, મળી શકે છે મોટા ફાયદા