ગરમીમાં સ્કિન ઈન્ફેક્શનથી બચાવશે આ નુસખા, એક વખત ટ્રાય કરી જુઓ
By Sanket M Parekh2023-05-20, 16:40 ISTgujaratijagran.com
લીમડાના પત્તાથી બાથ લો
લીમડામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો હોય છે. જો તમે લીમડાના પત્તાને ન્હાવાના પાણીમાં નાંખીને તેનો ઉપયોગ કરો છો, તે ફંગલ ઈન્ફેક્શન ખતમ થઈ જાય છે.
સામગ્રી
લીમડાના પત્તા- 12-20 અને એક તપેલી સાદુ પાણી
રીત
લીમડાના પત્તાને પાણીમાં નાંખીને 15-20 મિનિટ ઉકાળો. જે બાદ તેમાં ઠંડુ પાણી મિક્સ કરીને તેનાથી ન્હાવું જોઈએ. આવું એક સપ્તાહ સુધી કરવું જોઈએ.
ન્હાવાના ફાયદા
લીમડાનું પાણી ખીલ સહિત અનેક સ્કિન પ્રોબ્લેમ્સથી છૂટકારો અપાવે છે. આ પાણીથી ન્હાવાથી શરીરમાંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે.
ગુલાબ જળ મિક્સ કરો
ગુલાબ જળથી ન્હાવાથી પાણી સુગંધિત થાય છે, જેથી તમને માનસિક શાંતિ મળે છે. ગુલાબ જળથી ન્હાવાથી શરીરની દુર્ગંધ દૂર થાય અને મસલ્સ રિલેક્સ થાય છે.
સામગ્રી
4-5 ચમચી ગુલાબ જળો અને એક ડોલ ભરીને પાણી લો
રીત
એક ડોલ પાણીમાં 4-5 ચમચી ગુલાબ જળ મિક્સ કરો. જે બાદ આ પાણીની નિયમિત ન્હાવું જોઈએ. જેથી તમને જલ્દી ફાયદો મળશે.
ન્હાવાના ફાયદા
ગુલાબ જળનો ઉપયોગ કરવાથી તમારી સ્કિન હાઈડ્રેટ રહેવા સાથે નિખરે પણ છે. આ સિવાય કરચલી દૂર કરવામાં પણ મદદ કરે છે.