લોહી શુદ્ધ કરે છે આ ફૂડ્સ, બૉડીને ડિટૉક્સ કરવામાં મળશે મદદ
By Sanket M Parekh
2023-05-21, 14:43 IST
gujaratijagran.com
લીલા શાકભાજી
લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે વરદાનરુપ હોય છે. જેમાં રહેલા પોષક તત્ત્વો લોહીને શુદ્ધ કરવા ઉપરાંત અનેક બીમારીઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે.
તાજા ફળ
તાજા અને સિઝનેબ ફળ જરૂર ખાવા જોઈએ. જેનાથી માત્ર લોહી શુદ્ધ જ નથી થતુ, પરંતુ ઈમ્યૂનિટી પણ બૂસ્ટ થાય છે. આથી દરરોજ એક ફળ અચૂક ખાવું જોઈએ.
ભરપુર પાણી પીવો
સ્વસ્થ શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછું 3 લીટર પાણી જરૂર પીવો. જેનાથી બૉડી ડિટૉક્સ થાય છે અને ગંદકી બહાર થઈ જાય છે.
ગોળ ખાવ
ગોળ પાચન તંત્રને મજબૂત કરવા ઉપરાંત શરીરની ગંદકીને બહાર કરવામાં મદદ કરે છે. દરરોજ થોડો ગોળ અવશ્ય ખાવો જોઈએ.
હળદર
હળદરમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ જેવા ગુણો સ્વાસ્થ્ય માટે લાભદાયક મનાય છે. જેને તમે દૂધમાં મિક્સ કરીને પી શકો છો.
લીંબુ પાણી
લીંબુ પાણી ઉમદા બ્લડ પ્યૂરિફાયરનું કામ કરે છે. દરરોજ ખાલી પેટે હુંફાળા ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો જોઈએ.
અન્ય ચીજ
આ ઉપરાંત લીમડાના પત્તા, તુલસી, બીટ, સફરજન વગેરે ખાવા જોઈએ। લોહીને શુદ્ધ રહેવાથી સ્વાસ્થ્યની સાથે સ્કિન પણ ગ્લોઈંગ બને છે.
સફેદ વાળથી પરેશાન છો, આજે જ અજમાવો આ ઉપાય; થોડા દિવસમાં ફરક દેખાશે
Explore More