સફેદ વાળથી પરેશાન છો, આજે જ અજમાવો આ ઉપાય; થોડા દિવસમાં ફરક દેખાશે
By Sanket M Parekh2023-05-21, 14:30 ISTgujaratijagran.com
સફેદ વાળ
ખોટી ખાણી-પીણી અને ખરાબ લાઈફ સ્ટાઈલના પગલે ઓછી ઉંમરમાં પણ વાળ સફેદ થઈ જવા એક મોટી સમસ્યા છે.
પ્રદૂષણ અને બીમારી
આ સિવાય વધતુ જતુ પ્રદૂષણ, ધૂળ, ધૂમાડો અને સતત બીમારીના પગલે પણ સ્કિન અને વાળ ખરાબ થવા લાગે છે.
હેર કલર
સફેદ વાળને છૂપાવવા માટે લોકો અવારનવાર હેર ડાઈનો ઉપયોગ કરે છે, પરંતુ કેમિકલ યુક્ત આ કલર તમારા વાળને વધારે નુક્સાન પહોંચાડી શકે છે.
નુસખા
એવામાં આજે અમે તમને એવા ઘરેલુ નુસખા વિશે જણાવીશું, જેના અપનાવવાથી વાળ ફરીથી લાંબા, કાળા અને સિલ્કી બની જશે.
ડુંગળી
સફેદ વાળને કાળા કરવા માટે ડુંગળી અસરકારક મનાય છે. ડુંગળીના રચમાં વાળના મૂળમાં લગાવી રાખો, સૂકાયા બાદ શેમ્પુથી ધોઈ નાંખો.
મેથી
સફેદ વાળને કાળા બનાવવા માટે મેથી પણ મદદગાર થઈ શકે છે. મેથીને રાતભર પાણીમાં પલાળીને રાખો અને બીજા દિવસે સવારે પીસીને પેસ્ટ બનાવી લો, જેને વાળના મૂળિયામાં લગાવો.
આમળા
આમળા અને અરીઠાને સફેદ વાળને કાળા કરવા માટે રામબાણ ઈલાજ માનવામાં આવ્યા છે. જેમાં રાતભર આમળા અને અરીઠાના પાવડરને પલાળીને રાખ્યા બાદ સવારે વાળ પર લગાવો.
એલોવેરા
એલોવેરા ત્વચાને ચમકદાર બનાવવા સાથે વાળને પણ સિલ્કી બનાવે છે. જ્યારે પણ વાળમાં તેલ લગાવો, તો થોડીવાર એલોવેરા જેલથી સ્કેલ્પ પર મસાજ કરો.
સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોવાની સાથે નુક્સાનકારક પણ છે કારેલા, આવા લોકો ખાવાનું ટાળે