દરરોજ નિયમિત ચાલવાથી થશે અદ્દભૂત ફાયદા, આજથી જ આદત પાડી દો


By Sanket M Parekh2023-05-07, 16:31 ISTgujaratijagran.com

હાડકા મજબૂત થશે

દરરોજ અડધો કલાક સવાર-સાંજ ચાલવાથી શરીરના હડકા મજબૂત થાય છે. જેથી ઈજા થવાનો ખતરો પણ ઘટી જાય છે.

એનર્જી વધે છે

દરરોજ પગપાળા ચાલવાથી ઑક્સિજનનો પ્રવાહ અને એનર્જી વધે છે. જેથી નૉરપેનેફ્રિન અને એપિનેફ્રીન જેવા હોર્મોનનું સ્તર વધે છે.

બ્લડ સુગર ઘટે છે

ખાધા પછી વૉક કરવાથી બ્લડ સુગર ઓછું થાય છે. આ સાથે ડાઈઝેશનમાં પણ સુધારો થાય છે. ખાસ કરીને ભોજન બાદ ચાલવું ફાયદેમંદ છે.

કેલરી બર્ન થાય છે

દરરોજ અડધો કલાક ચલાવાથી કમરને ટ્રિમ કરી શકાય છે. ઝડપથી ચાલવાથી કેલેરી બર્ન થાય છે, જેથી વજન ઓછું થવા લાગે છે.

હાર્ટ હેલ્ધી થાય છે

પગપાળા ચાલવાથી હાર્ટને હેલ્ધી બનવામાં મદદ મળે છે. જેથી હાર્ટ સબંધી બીમારીઓ દૂર રહે છે. આથી તમારે દરરોજ ચાલવું જ જોઈએ.

ચિંતા છૂમંતર

ચિંતાથી રાહત મેળવવા માટે તમારે દરરોજ થોડું પગપાળા ચાલવું જ જોઈએ. જેથી મગજ શાંત થાય છે અને ચિંતાનું લેવલ ઓછુ થવામાં મદદ મળશે.

કમર દર્દ ઘટશે

દરરોજ સવારે અડધો કલાક પગપાળા ચાલવાથી કમર દર્દ ઓછું થાય છે. જો તમને કમરમાં દુખાવો રહેતો હોય, તો તમારે પણ દરરોજ પગપાળા ચાલવું જ જોઈએ.

તીખું-ગળ્યું એક સાથે ખાવાથી થઇ શકે છે નુકસાન