એક્સપર્ટનો અભિપ્રાય


By Sanket M Parekh29, Apr 2023 04:05 PMgujaratijagran.com

નાભિમાં હળદર ક્યારે લગાવવી જોઈએ

નાભિમાં હળદર એવા સમયે લગાવવી જોઈએ, જ્યારે તમે ઓછામાં ઓછું 1-2 કલાક આરામ કરવાના હોવ. જેથી નાભિ દ્વારા તમારું શરીર હળદરના ગુણોને આરામથી શોષી લે છે.

ઈન્ફેક્શનથી બચાવશે

એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપુર હળદરને સરસવના તેલમાં મિલાવીને નાભિ પર લગાવો. આવું કરવાથી બેક્ટેરિયલ અને ઠંડી સિઝનમાં થનારા વાયરલ ઈન્ફેક્શનથી બચીશું.

સોજા દૂર થાય છે

હળદરમાં અનેક એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. કબજિયાતના કારણે પેટમાં દુખાવો કે સોજાની સમસ્યા છે, તો નાભિ પર હળદર અને નાળિયેરના તેલનું મિશ્રણ લગાવો.

પીરિયડ્સના દર્દથી રાહત મળશે

ઘણી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન અસહનીય દર્દનો સામનો કરવો પડે છે. એવામાં પીરિયડ્સ દરમિયાન દર્દ અને પેટમાં ચૂંકની સમસ્યાથી બચવા નાભિમાં હળદર લગાવો.

તાજગીનો અહેસાસ

હળદરમાં કરક્યૂમિન નામનું તત્વ મળી આવે છે. જે વ્યક્તિના મનને પણ બૂસ્ટ કરે છે. જે માનસિક તણાવ, એન્જાયટી અને ડિપ્રેસનમાં ઘણો ફાયદો કરે છે.

ડાઈઝેશનમાં મદદગાર

હળદરમાં ફાઈબર ભરપુર મળી આવે છે. નાભિમાં તેને લગાવવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ ઠીક રહે છે. જેથી પેટમાં દુખાવો અને કબજિયાતની સમસ્યા નથી થતી.

ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થશે

હળદરમાં અનેક પ્રકારના એન્ટી ઑક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે. રાતે નાભિ પર હળદર લગાવીને સૂઈ જાવ. જેનાથી વજન ઓછું કરવામાં પણ ઘણી મદદ મળશે.

બાળકોની સ્માર્ટફોનની આદત છોડાવાના ઉપાય