બાળકોની સ્માર્ટફોનની આદત છોડાવાના ઉપાય


By Hariom Sharma2023-04-29, 20:14 ISTgujaratijagran.com

રમવા દો

બાળકોની મોબાઇલ એડિક્શનને દૂર કરવા માટે તેમને રમવાનું કહો. ખેલ-કૂદ કરવાથી શરીરની સાથે સાથે મગજનો સારો વિકાસ થાય છે. આનાથી બાળકોની મોબાઇલની આદત છૂટી શકે છે.

કસરત કરાવો

નાની ઉંમરથી બાળકોને કસરત કરવાની આદત પાડો, આનાથી સ્વાસ્થ્ય સારું રહેશે. સ્માર્ટફોનનો ઉપયોગના બદલે બાળકોને કસરત અથવા યોગા કરાવો.

માઇન્ડ બુસ્ટ ગેમ્સ

દિવસભર સ્માર્ટફોનનો ઉપયોગ કરવા કરતાં બાળકોને માઇન્ડ ગેમ્સ રમાડો જેમ કે ચેસ, પઝલ સોલ્વિંગ અને ક્રોસવર્ડ્સ જેવી ગેમ.

ડ્રોઇંગ

કેટલાક બાળકોને ડ્રોઇંગ તો કેટલાકને પેઇન્ટિંગ પસંદ હોય છે. સ્માર્ટફોનની આદત દૂર કરવા માટે બાળકોને રૂટીનમાં ડ્રોઇંગ અથવા પેઇન્ટિંગ જેવી એક્ટિવિટીમાં સામેલ કરો.

આઉટડોર ગેમ

બાળકોને મોબાઇલ લતથી દૂર કરવા માટે આઉટડોર ગેમ્સ તમારી મદદ કરી શકે છે. બાસ્કેટબોલ, ટેનિસ અને બેડમિંટન જેવી રમત શરીરમાં માટે પણ સારી હોય છે.

ક્લાસિસ કરાવો

બાળકો વ્યસ્ત રહે અને મોબાઇલથી દૂર રાખવા માટે ક્લાસિસ કરાવો. મ્યૂઝિક, કરાટે અને સ્વિમિંગ જેવા ક્લાસિસ કરવાથી બાળકો વ્યસ્ત રહેવાની સાથે મોબાઇલથી પણ દૂર રહેશે.

શ્વાસ ફુલવા પાછળ આ 6 કારણો હોઇ શકે છે