ટામેટાનો રસ કાઢો, એમાં 2-4 ઇલાયચી અને 5-6 કાળા મરીને વાટીને મિક્સ કરો. આનું સેવન કરવાથી ઉલ્ટીમાં જલદી રાહત મળશે.
ચોખાનું પાણી પીવાથી ઉલ્ટીમાં ઝડપથી રાહત મળશે. દિવસમાં બે-ત્રણ વાર લઇ શકો છો.
આદુ અને લીંબુનો રસ એકસમાન માત્રામાં મિક્સ કરીને પીવાથી ઉલ્ટીની સમસ્યા દૂર થઇ શકે છે. આદુ અને ડુંગળીનો રસ પીવાથી પણ ઉલ્ટીમાં રાહત મળે છે.
ઉલ્ટી થઇ રહી છે તો લવિંગનું સેવન લાભદાયક રહે છે. લવિંગને પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવી શકો છો. આનું સેવન ઉલ્ટીને રોકવામાં મદદ કરે છે.
વરીયાળી ચાવવાથી પેટની સમસ્યા દૂર થાય છે, અને ઉલ્ટીમાં પણ આરામ મળે છે. તમે વરીયાળીની ચા બનાવીને પણ પી શકો છો.
લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે. જે ઉલ્ટી કોવામાં મદદ કરે છે. લીંબુમાં સંચળ લગાવીને ચાટવાથી ઉલ્ટીમાં રાહત મળે છે.