Health Tips: આંખમાં થતો હોય આ પ્રોબ્લેમ, તો પ્રાકૃતિક રીતે કરો સારવાર


By Kishan Prajapati09, Feb 2023 04:41 PMgujaratijagran.com

આંખનું રાખો વિશેષ ધ્યાન

આંખ શરીરનું સૌથી મહત્ત્વનું અને નાજુક અંગે છે. એટલે તેની વિશેષ સારસંભાળ રાખવી જોઈએ.

આયુર્વેદમાં છે સારવાર

આંખોમાં દુખાવો, થાક અને ધૂંધળું દેખાવા જેવી સમસ્યાની સારવાર આયુર્વેદિક ઉપાયોથી કરી શકાય છે.

ગુલાબ જળ

સતત કામ કરવાથી આંખમાં દુખાવો થઈ રહ્યો હોય તો ગુલાબ જળના બે ટીપા આંખમાં નાખી દેવા. આંખ સ્વચ્છ થશે અને દુખાવામાંથી રાહત મળશે.

તુલસી

આંખમાં સતત દુખાવો અથવા ઇન્ફેક્શન થતું હોય તો તુલસીના પાનને રાત્રે પાણીમાં પલાળવા અને સવારે તે પાણીથી આંખો ધોવી.

ઘી

આંખોમાં બળતરા થતી હોય તો ઠંડા પાણીથી ધોવી અને ગાયનું દેશી ઘી લગાવીને આંખો પર રાખવું. તરત રાહત મળશે.

આંબળા

આંબળા પાઉડરને આખી રાત પાણીમાં પલાળીને રાખવા. સવારે તે પાણીથી આંખો ધોઈ નાંખવી. તેનાથી ધૂંધળાપણુ દૂર થશે.

ડૉક્ટરની સલાહ લેવી

જો આંખમાં સતત દુખાવો થતો હોય અથવા મુશ્કેલી વધી રહી હોય તો તરત જ આંખના ડૉક્ટરની સલાહ લેવી.

ખાવાની આ 5 વસ્તુઓ જેને રોજ ખાવાનું ટાળવું જોઈએ