ગરમીમાં હીટ સ્ટ્રોકના ગંભીર સંકેત, જેને ઈગ્નોર કરવાની ભૂલ ભારે પડી શકે છે


By Sanket Parekh2023-04-22, 16:20 ISTgujaratijagran.com

હીટ સ્ટ્રોકનો ખતરો

ગરમીમાં હીટ વેવ્સના પગલે હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. એવામાં થોડી બેદરકારી મોતનું કારણ બની શકે છે. હીટ સ્ટ્રોકના આ લક્ષણોને નજર અંદાજ ના કરશો

બૉડી ટેમ્પરેચર હાઈ

104 ડિગ્રી ફેરેનહાઈટ (40 ડિગ્રી સેલ્સિયસ) અથવા તેનાથી વધુ શરીરનું તાપમાન હીટ સ્ટ્રોકનો સામાન્ય સંકેત છે. આવા સમયે તાત્કાલિક ડૉક્ટરને દેખાડવું જોઈએ.

હાર્ટબીટ

હીટ સ્ટ્રોક થવા પર શરીરનું ટેમ્પરેચર હાઈ થવા પર હ્રદયના ધબકારાની ગતિ વધી જાય છે. હાર્ટબીટ વધવા પર તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.

ભ્રમની સ્થિતિ

હીટ સ્ટ્રોક થવા પર મગજમાં ભ્રમની સ્થિતિ પેદા કરી શકે છે. આ ઉપરાંત એકાગ્રતાની કમી, ક્રોધ તેમજ ચાલવામાં અશક્તિ જેવા મુખ્ય લક્ષણો જોવા મળી શકે છે.

માથાનો દુખાવો

માથાના દુખાવા સાથે સતત ચક્કર આવવા હીટ સ્ટ્રોકનું લક્ષણ છે. ડીહાઈડ્રેશન પણ હીટ સ્ટ્રોકની અસરના કારણે જ થાય છે.

ઝાડા-ઊલટી

હીટ સ્ટ્રોક થવા પર ઝાડા-ઊલટીની સમસ્યા થઈ શકે છે. સહેજ પણ ખોરાક પેટમાં ટકતો નથી અને તરત જ ઊલટી થઈ જાય છે. જે હીટ સ્ટ્રોકનું કારણ હોઈ શકે છે.

હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચશો?

હીટ સ્ટ્રોકથી બચવા માટે બરફના પાણીથી શરીરને લૂછતા રહેવું જોઈએ. આ ઉપરાંત સતત લીંબુનું શરબત પીતા રહેવું જોઈએ.

આ 5 રાશિના જાતકો પર કાયમ રહે છે માઁ લક્ષ્મીની કૃપા, ક્યારેય નથી થતી પૈસાની કમી