'શું કમરના દુખાવાથી પરેશાન છો?'- તો ડેઈલી ડાયટમાં આ ફૂડ સામેલ કરો અને રાહત મેળવો


By Sanket Parekh04, Dec 2022 05:05 PMgujaratijagran.com

કમરના દુખાવામાંથી મુક્તિ મેળવવા માટે ડેઈલી ડાયટમાં પાલક, મેથીના પત્તા, કોબી સહિત લીલા પત્તાવાળા શાકભાજી સામેલ કરી શકો છો. આવા શાકભાજીના સલાડ અને સૂપને પણ ઉપયોગમાં લઈ શકાય છે.

શરીરમાં પોષક તત્ત્વોની કમી, હેવી વર્ક આઉટ અથવા વધારે વજનદાર સામાન ઉપાડવાના કારણે કમરમાં દુખાવાની સમસ્યા સર્જાઈ શકે છે.&

ડાર્ક ચૉકલેટમાં ભરપુર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે હાડકાને મજબૂત રાખવામાં મદદરૂપ છે. શરીરમાં મેગ્નેશિયમની કમીના કારણે પણ કમરમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.&

હળદરમાં પણ એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. કમરના દુખાવાથી રાહત મેળવવા માટે હળદરવાળુ દૂધ પી શકાય છે.&

ઈંડામાં કેલ્શિયમ અને વિટામીન ડી પુષ્કર પ્રમાણમાં હોય છે. જે હાડકાને મજબૂત રાખવામાં મદદરૂપ છે. કમરના દુખાવાથી રાહત મેળવવા માટે ડેઈલી ડાયટમાં ઈંડાનો ઉપયોગ કરવો જોઈએ.

માછલી ઓમેગા-3 ફેટી એસિડથી ભરપુર હોય છે. જે કમરના દુખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. &

ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

સોનમ કપૂરે રેડ હોટ ગાઉનમાં મહેફિલ લૂંટી