મહિલાઓ આ 5 રીતે રાખો પોતાને ફિટ


By Hariom Sharma03, Dec 2023 03:57 PMgujaratijagran.com

મહિલાઓ

બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાવાપીવાની આદતોના કારણે મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનુ પૂરતુ ધ્યાન રાખી શકતી નથી, જેના કારણે ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે. એવામા ચલો જાણીએ કે મહિલાઓ કંઈ રીતે પોતાને ફિટ રાખી શકે છે.

પૂરતી ઊંઘ લો

ખરાબ જીવનશૈલીના કારણે મહિલાઓને પૂરતા પ્રમાણમા ઊંઘ લેવી મુશ્કેલ બની જાય છે. તેના કારણે અનેક સમસ્યાઓ પેદા થતી હોય છે. મહિલાઓએ પોતાને ફિટ રાખવા માટે દરરોજ ઓછામા ઓછા 8 ક્લાકની ઊંઘ લેવી જરુરથી લેવી જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય સારુ રહે છે.

કસરત કરો

મહિલાઓએ પોતાને ફિટ રાખવા માટે દરરોજ કસરત કરવી જોઈએ. આ માટે મહિલાઓ એરોબિક્સ જેવા કાર્યક્રમોમા સામેલ કરો. આ ઉપરાંત મહિલાઓ જિમ પણ જોઈન કરી શકે છે.

તણાવથી દૂર રહો

પુરુષોની તુલનામા મહિલાઓ પર ઘરકામને લઈને તણાવ વધુ રહેતો હોય છે. તણાવથી દૂર રહેવા મહિલાઓ યોગાસન કરી શકે છે. જો સ્થિતિ વધારે પડતી ગંભીર હોય તો ડોક્ટરની સલાહ લો.

હેલ્થ ચેકઅપ કરાવુ

પોતાને ફિટ રાખવા માટે મહિલાઓએ નિયમિતપણે હેલ્થ ચેકઅપ કરાવુ જોઈએ. જેથી શરીરમા જો કોઈ સ્વાસ્થ્ય સંબધિત સમસ્યા જણાય તો તેનો સમયસર ઈલાજ કરી શકાય.

સારુ ભોજન લો

તમે જે પણ ખાઓ છો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. જેથી મહિલાઓએ પોતાને ફિટ રાખવા માટે ડાયટમા પ્રોટીન અને ખનીજયુક્ત ખોરાક સામેલ કરો. સારા સ્વાસ્થ્ય માટે સવારનો નાસ્તો કરવાનુ પણ ન ભૂલવુ જોઈએ.

ધૂમ્રપાન ન કરો

શરીરને ફિટ રાખવા માટે મહિલાઓએ કોઈપણ પ્રકારના ધૂમ્રપાન તથા આલ્કોહોલના સેવનથી બચવુ જોઈએ. તે અનેક ગંભીર બીમારીઓનુ કારણ બની શકે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

દરરોજ ખાવ સૂકું નારિયેળ, થશે જબરદસ્ત ફાયદા