શિયાળાની સિઝનમાં મેથીનું શાક સરળતાથી મળી શકે છે. તેના પત્તામાં ઘણાં ઔષધીય ગુણ હોય છે.
મેથીમાં બ્લડ શુગર ખતમ કરવાની ક્ષમતા હોય છે અને તેનાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે.
મેથીમાં ફોલિક એસિડ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન A, B, B6 જેવા તત્ત્વો પણ સામેલ હોય છે.
મેથીના પત્તાનું નિયમિત સેવન કરવાથી પ્રી-ડાયાબેટિક સ્ટેજવાળા દર્દીને ડાયાબિટીસ જળમૂળથી મટી શકે છે.
મેથી કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઘટાડે છે. જેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને હાર્ટને લગતી સમસ્યા પણ દૂર થાય છે.
મેથીના પરાઠા બનાવી શકાય અથવા સલાડમાં મિક્સ કરીને લઇ શકાય, તેના પત્તાનો સૂપ પણ ખૂબ ફાયદાકારક હોય છે.