Health Tips: આંખોની કમજોરી દૂર કરવા કરો આ ઉપાય


By hariom sharma28, Feb 2023 08:22 PMgujaratijagran.com

આંખ લાલ થવી

ઘણી વખત આંખ લાલ થવી, પાણી નીકળવું આવી અલગ અલગ સમસ્યાઓથી પીડાવું પડે છે. આ સમસ્યા કમજોરીનું કારણ છે.

બદામ ખાવી

રાત્રે લગભગ 8 જેટલી બદામ પલાળીને મૂકી દો. સવારે આ બદામને ક્રશ કરી લો અને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરો. આનાથી કમજોરી દૂર થશે અને આંખને ઘણો ફાયદો મળશે.

આમળા

આ વિટામિન સીથી ભરપૂર હોય છે. આ સ્વાસ્થ્યની સાથે સાથે આંખો માટે પણ ફાયદાકારક છે. આમળાનો રસ પાણીમાં મિક્સ કરીને પીવો.

સરસવનું તેલ

આ આંખોની ચમક વધારવામાં મદદ કરે છે. રોજ રાત્રે સૂતા સમયે પગના તળીયે સરસવના તેલની માલીશ કરવી, આનાથી આંખોને આરામ મળશે.

ત્રિફળા

ત્રિફળાના ચૂરણને પાણીમાં પલાળી લો. થોડા સમય પછી તે પાણીથી આંખો સાફ કરો. આંખો સ્વસ્થ રહેશે અને આંખોની ચમક પણ વધશે.

અંજીર અને દ્રાક્ષ

અંજીર અને દ્રાક્ષ આંખોની કમજોરીને દૂર કરે છે. રાત્રે 10 દ્રાક્ષ અને બે અંજીર પાણીમાં પલાળીને રાખી મૂકો. સવારે ખાલી પેટે આનું સેવન કરો.

ગાયનું ઘી

જો તમારી આંખો નબળી પડી રહી છે તો રોજ આંખો પર ગાયના ઘીની માલીશ કરો. આમ કરવાથી ફાયદો મળશે. ગાયનું ઘી વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે.

Ayurvedic Health Tips: ક્યારેય એક સાથે ના ખાવ આ વસ્તુઓ, ખરાબ અસર થશે