જો તમે સ્થૂળતાથી પરેશાનો છો અને ઝડપથી વજન ઉતારવા માંગો છો તો તમારે તમારી દિનચર્યા અને ખાવા-પીવાની આદતો સિવાય પણ ઘણાં ફેરફાર કરવા પડશે.
સવારની શરૂઆત પ્રોટીન અને ફાયબરથી ભરપૂર નાસ્તા સાથે કરવી જોઇએ. આનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તમને ભૂખ નહીં લાગે.
હંમેશાં નાની થાળીમાં જ ભોજન કરવું, આમ કરવાથી ખોરાક ઓછો ખવાશે.
મિન્ટમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જેનાથી શરીરના ટોક્સિન બહાર આવે છે અને વજન ઘટવામાં મદદ મળે છે. મિન્ટ ટીમાં રહેલી સુગંધ અને સ્વાદથી ભૂખ નિયંત્રિત રાખવામાં મદદ મળે છે.
લાલ મરચાંમાં કેપ્સાઇનિસ નામનું તત્ત્વ હોય છે, જેનાથી વધુ કેલેરી બર્ન થાય છે. લાલ મરચાંના સેવનથી ભૂખને કાબૂ રાખવામાં મદદ મળે છે.
ભોજન કર્યાં પછી તરત સ્નાન કરવાથી પાચન અને મેટાબોલિજમ નબળી પડે છે. આનાથી શરીરનું તાપમાન નીચું જાય છે અને પેટની તરફ લોહીનો પ્રવાહ ધીમો પડે છે. આનાથી ખાવાનું જલદી પાચન થતું નથી અને શરીરમાં ચરબી વધે છે.