સ્વાસ્થ્યનો ખજાનો એટલે બદામ અને ખજૂર


By Gujarati Jagran16, Feb 2023 03:18 PMgujaratijagran.com

ડ્રાયફુટ્સ

શરીરને ઉર્જા મળે તે માટે ઘણા લોકો ફળોનું સેવન કરે છે જ્યારે ઘણા લોકો ડ્રાયફુટ્સનું સેવન કરે છે.

પોષકતત્વોથી ભરપુર

ખજૂર અને બદામનું સેવન નિયમિત કરવું જોઈએ. બન્ને પોષકતત્વોથી ભરપુર હોય છે.

પોષકતત્વો

બદામમાં પ્રોટિન, ફાઈબર, વિટામીન ઈ અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં હોય છે. જ્યારે ખજુરમાં કાર્બોહાઈડ્રેટ્સ, કેલરી, પ્રોટિન, ફાઈબર અને પોટેશિયમ હોય છે.

એક સાથે ઘણા લાભ

બન્ને સ્વસ્થ શરીર માટે લાભદાયી છે. બન્નેના સેવનથી શરીરને એકસાથે ઘણા પોષકતત્વો મળે છે.

ત્વચા અને વાળ માટે લાભકારક

બદામ અને ખજૂરનું સાથે સેવન કરવાથી ત્વચા અને વાળને લાભ થાય છે.

ત્વચા ચમકીલી રહે છે

બદામ અને ખજૂરનું સેવન કરવાથી ત્વચાની ચમક યથાવત રહે છે.

ઉર્જાનો સ્ત્રોત

ખાલી પેટે ખજૂર અને બદામ ખાવાથી વ્યક્તિમાં દિવસ દરમિયાન ઉર્જા જળવાય રહે છે.

લોહી વધારે છે

ખજૂર અને બદામના નિયમિત સેવનથી શરીરમાં લોહી વધે છે. લોહીમાં આયરન અને હીમોગ્લોબિનનું સ્તર વધે છે.

હાડકા મજબુત થાય છે

ખજૂર અને બદામનું સેવન કરવાથી હાડકા મજબુત થાય છે. બન્નેમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ હોય છે.

ચણા અને ગોળ ખાવાના 5 ફાયદા - 5 Health and Nutrition Benefits Of Gram & Jaggery