જો તમને પણ ચા સાથે સ્નેક્સ ખાવાનું પસંદ છે તો, ચેતી જજો કારણ કે ચા સાથે અમુક વસ્તુઓનું સેવન કરવું હાનિકારક સાબિત થાય છે.
ઘણાં લોકો ચા સાથે ભજીયા, નમકીન જેવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે, જે ચણાનાં લોટથી બને છે. ચા સાથે ચાણાનાં લોટની બનેલી વસ્તુઓ ખાવાથી પાચનને લગતી સમસ્યા થઇ શકે છે.
ચાની સાથે હળદરવાળા ખાદ્ય-પદાર્થોને ખાવાથી દૂર રહેવું. તેનાથી પેટામાં ગેસ, કબજિયા જેવી સમસ્યાઓ થાય છે.
ઘણાં લોકો સવારે ખાલી પેટ લીંબુવાળી ચા પીવાનું પસંદ કરે છે, પરંતુ ચાની સાથે લીંબુનો રસ મિક્સ કરવાથી ચા એસિડિક થઇ જાય છે. આના સેવનથી પેટમાં સોજાની સમસ્યા થઇ શકે છે.
ચા સાથે લીલાં શાકભાજીનું સેવન ઘણું નુકસાન કરી શકે છે. આયર્નવાળી વસ્તુઓ ચા સાથે ખાવાથી બચવું જોઇએ. કારણ કે ચામાં રહેલું ટેનિન, ઓક્સાલેટ આયર્નને ઓબ્જોર્બ થવાથી રોકે છે.