Health Tips: કસરત કર્યાં પછી જરૂર કરો આ વસ્તુનું સેવન, મળશે ડબલ ફાયદો


By 16, Feb 2023 07:30 AMgujaratijagran.com

સ્વાસ્થ્ય ઉપર અસર

કસરત કર્યાં બાદ તમે ખોરાકમાં શું લો છો તે પણ સ્વસ્થ્ય ઉપર ઘણી અસર કરે છે.

વર્કઆઉટ પછી ખોરાક

સ્નાયુઓ સારી રીતે કામ કરે તેના માટે વર્કઆઉટના 30 મિનિટ પછી ખાવું જરૂરી છે.

નારીયળ પાણી

નારીયળ પાણીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. હળવી કસરક કર્યા પછી આનું સેવન કરો.

બીટનો રસ

બીટના જ્યૂસમાં નાઇટ્રિક ઓક્સાઇડ હોય છે. આ સોજાને ઓછાં કરે છે અને સ્નાયુઓને સાજા કરવામાં મદદ કરે છે.

છાસ

આ કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. એક ગ્લાસ છાસમાં લગભગ 8 ગ્રામ પ્રોટીન હોય છે.

ફણગાવેલા ચણા

ચણા પ્રોટીન, વિટામિન અને આયર્નથી ભરપૂર હોય છે. કસરત પછી ચણા ખાવા ખૂબ જ ફાયદાકારક હોય છે.

પનીર

આમાં ભરપૂર કેસીન હોય છે, જે કસરત પછી સ્નાયુઓનાં દુખાવામાં રાહત આપે છે અને શરીરને તાકાત આપે છે.

Health Tips: ઊંઘ ના આવવાની સમસ્યા, સૂતા પહેલાં આ વસ્તુઓનું સેવન કરો