Health Tips: ચોમાસામાં મકાઈ ડોડા ખાવાથી આ બિમારીઓથી બચી શકાય છે , આવો જાણીએ


By Smith Taral26, Jul 2024 01:17 PMgujaratijagran.com

ચોમાસામાં મકાઈ ડોડા ખાવાની ખૂબ મજા આવે છે, વરસાદમાં શેકેલા ને બાફેલા મકાઈ દોડા બહાર સ્ટ્રીટ પર ખાવાની ઓર મજા આવે છે, જો તમને પણ વરસાદમાં મકાઈ ખાવનું પસંદ હોય તો જાણી લો તેના ફાયદા વિશે, આ તમને ઘણા રોગથી બચાવી શકે છે.

પોષક તત્વો

મકાઈ પણ પોષક તત્વોનો ભંડાર છે આમા ફાઈબર, વિટામિન એ, આયર્ન અને ફોલિક એસિડ જેવાં સ્વાસ્થ્યવર્ધક ગુણો રહેલા હોય છે.

પાચનમાં ફાયદાકારક

મકાઈ ડોડા પાચનમાં પણ ફાયદાકારક હોય છે, એના સેવનથી તમે પેટ સંબધિત બીમારીઓથી બચી શકો છો

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

મકાઈમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આમાં રહેલા પોષક તત્વો તમને ઘણા રોગોથી બચાવે છે.

બ્લડ પ્રેશર

મકાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાથી પણ તમને બચાવીને રાખે છે. આમ રહેલા ફાઈબર, વિટામિન્સ અને અન્ય પોષક તત્વો બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવવામાં મદદ કરે છે

ત્વચા માટે ફાયદાકારક

જો તમને ત્વચાને લગતી પણ કોઈ તકલીફ હોય તો તમેં મકાઈ ડોડાનું સેવન કરી શકો છો, આ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

મકાઈમાં વજન ઘટાડવા માટે પણ લાભદાયક છે , આમા રહેલું ફાઇબર વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખે છે

જે વ્યકિતને કોલેસ્ટ્રોલને તકલીફ હોય તેઓ પણ મકાઈનું સેવન કરી શકે છે. મકાઈ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

મોજામાં આવતી દુર્ગંધ કરવાની ટિપ્સ એન્ડ ટ્રીક્સ