Health Tips: ચોખાનું પાણી પીવાના ફાયદા


By Vanraj Dabhi13, Sep 2024 10:51 AMgujaratijagran.com

ચોખાનું સેવન

ચોખા વિશ્વભરમાં સૌથી વધારે ખાવામાં આવતો લકપ્રિય ખોરાક છે, પરંતુ ચોખાને વિવિધ રીતે બનાવીને ખાવામાં આવે છે.

ચોખાનું પાણી

ચોખાને સામન્ય રીતે પાણીમાં ઉકાળીને સારી રીતે પકાવીને ખાવામાં આવે છે.

પાણી પીવાના ફાયદા

સામન્ય રીતે આપણે ચોખા પકાવીને પાણીને નાખી દેતા હોય છીએ, પરંતુ તે પાણી પીવાના ઘણા ફાયદા છે, ચાલો જાણીએ.

પોષક તત્વો

ચોખાના પાણીમાં પોષક તત્વો અને સ્ટાર્ચ ભરપૂર માત્રામાં હોય છે,તેથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે.

પાચન સારું કરે

ચોખાના ઓસામણમાં ફાઈબર હોય છે જે આંતરડાની ગતિમાં સુધારો કરે છે, જે કબજિયાત જેવી સમસ્યામાં રાહત આપીને પાચન સારું કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

ચોખાના પાણીમાં વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટો હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તને વધારે છે.

સ્કિન કેર

ચોખાનું પાણી પીવાથી કે ચહેરા પર લગાવવાથી ત્વચાની બળતરા દૂર થાય છે, ત્વચામાં નિખાર આવે છે.

બ્લડ પ્રેશર

હાઈપોટેન્શન કે લો બ્લડ પ્રેશરની સમસ્યા દરમિયાન મીઠું અને ચોખાનું ઓસામણનું મિશ્રણ પીવો.

રક્ત પરિભ્રમણ

ચોખાનું ઓસામણ પીવાથી રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે, જે શરીરની ઘણી બીમારી દૂર કરે છે.

આરોગ્યને પ્રોત્સાહન

ચોખાના પાણીમાં વિટામિન્સ, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે, જે એકંદરે આરોગ્યને પ્રોત્સાહન આપે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Almond Milk: બદામ વાળું દૂધ પીવાના ફાયદા