ગરમીથી સરદી અથવા સરદીથી ગરમીની શરૂઆતના સમયમાં શરીર ઋતુ સાથે અનુકળતા કેળવી શકતું નથી. આવું થવાનું પહેલું લક્ષણ ગળામાં ખરાશ છે.
બદલાતી ઋતુમાં કોલ્ડડ્રિન્ક અને ફ્રિજનું પાણી બંને ગળાની ખરાશ પેદા કરે છે. તે કારણથી જ સામાન્ય તાપમાનમાં રાખેલું પાણીનો જ ઉપયોગ કરવો.
ઘણાં લોકોનું ગળું ખૂબ જ નાજુક હોય છે. એ લોકોએ બદલાતી ઋતુમાં ખાટી વસ્તુઓથી નુકશાન થઇ શકે છે.
ગળામાં ખરાશ અને કફના કારણે ખીચખીચ થવા પર નવશેકા પાણીમાં મીઠુ મિક્સ કરીને તેના કોગળા કરવા. આવું કરવાથી ગળાના સોજામાં રાહત મળશે.
જો ખરાશથી ખાંસી અને કફની સમસ્યા થઇ રહી હોય તો સિરપ લેવી જોઇએ. આનાથી ગળાના દુખાવામાં રાહત મળશે.