Bone Health:સાવધાન! હાડકાંઓને નબળા બનાવે છે આ આદતો


By 28, Jan 2023 04:10 PMgujaratijagran.com

મર્યાદિત માત્રામાં પ્રોટીનનું સેવન કરો

વધારે પડતાં પ્રોટીનથી શરીરમાં એસિડિટી બનવા લાગે છે. એટલે જ મર્યાદિત માત્રામાં પ્રોટીનનું સેવન કરવું.

કાર્બોનેટેડ ડ્રિક્સનું સેવન ઓછું કરો

હાડકાંઓને લાંબા સમય સુધી મજબૂત રાખવા માટે કાર્બોનેટેડ પદાર્થોનું સેવન ખૂબ જ ઓછું કરવું જોઇએ.

સમજી-વિચારીને લો એસિડિટીની દવા

એસિડિટીની દવાઓનો ઉપયોગ ઓછો કરવો. આનાથી શરીરને ખનિજ પદાર્થોને શોષવામાં ઘણી જ મુશ્કેલી પડે છે.

કૈફીનથી હાંડકોઓ પર અસર થાય છે

હાડકાંઓને મજબૂત રાખવા મટે કૈફીનથી દૂર રહો. કૈફીનનું સેવન વધારે પડતું કરવાથી હાડકાંઓ પર અસર થાય છે.

વિટામિન-ડીથી હાડકાંઓ મજબૂત થાય છે

હાડકાંઓને મજબૂત બનાવવા માટે વિટામિન-ડીની જરૂર પડે છે. જેમાં વિટામિન- ડી વધુ હોય તેવી વસ્તુઓનું સેવન વધુ કરવું.

હાડકાંઓને મજબૂત બનાવવા માટે સ્ટ્રેસથી દૂર રહો

હાડકાં તેમજ સ્વાસ્થ્યને મજબૂત રાખવા માટે તણાવથી દૂર રહો. સ્ટ્રેસથી કોર્ટિસોલ હોર્મોન વધવા લાગે છે.

પેટની ચરબીને ઘટાડી દેશે આ જાદુઈ પાણી