જીરાના પાણીના ફાયદા અંગે આવો જાણીએ ફેટ ટૂ સ્લિમ ગ્રૂપની સેલિબ્રિટી ઈન્ટરનેશનલ ડાયટીશિયન અને ન્યૂટ્રિશનિષ્ટ શિખા શર્માજી પાસેથી
આ પાણીના સેવનથી શરીરમાં રક્ત સંચારને સુચારુ કરે છે અને શરીરમાં રક્તસંચારને સુચારુ થવાથી બ્લડપ્રેશર નિયંત્રિત કરે છે, જેનાથી હાર્ટ અટેકનો ખતરો ઘટી જાય છે.
જીરામાં ડાઈજેસ્ટિવ એન્ઝાઈમની સારું પ્રમાણ હોય છે, જે પાચન ક્રિયાને ઉત્તેજિત કરવાનું કામ કરી શકે છે. તેના સેવનથી પાચન યોગ્ય થાય છે.
અન્ય ખાદ્ય સામગ્રીઓની તુલનામાં જીરાના પાણીમાં લગભગ 13 ગણું વધુ આયરન તત્વ જોવા મળે છે, જે શરીરમાં આયરનની ઉણપને પૂરી કરે છે.
જીરાના પાણીના સેવનથી શરીરની ઈમ્યુનિટીને સ્ટ્રોંગ કરે છે. જેનાથી અનેક બીમારીઓનો ખતરો ઓછો થાય છે. સાથે જ આ શરીરની ઉર્જાને વધારવાનું કામ કરે છે.
સુતા પહેલાં જીરાનું પાણીનું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યા ઘટે છે. આ બ્રેનને ફ્રેશ કરીને ઊંઘ માટે પ્રેરિત કરે છે. અનિદ્રાના રોગીઓ માટે આ યોગ્ય છે.
ઝડપથી વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટ જીરાના પાણીનું સેવન કરી શકાય છે. જે શરીરના ટોક્સિન્સને બહાર કાઢવામાં પણ મદદ કરે છે.