Health Tips: અપનાવો આ ઘરેલું ઉપાય, ગાયબ થશે એસિડિટીની સમસ્યા


By hariom sharma21, Feb 2023 06:29 PMgujaratijagran.com

નારીયળ પાણી

સવારમાં ખાલી પેટે નારીયળ પાણીનું સેવન કરવાથી હાઇપર એસિડિટીની સમસ્યા દૂર થશે. ખાટા ઓડકાર અને ઉલ્ટીથી પણ રાહત મળશે.

વરીયાળીનું પાણી

વરીયાળીનું પાણી પીવાથી એસિડિટીમાં રાહત મળે છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરીયાળી નાંખીને ઉકાળી લો. અડધો કલાક પછી ઠંડુ કરીને પીવો.

મીઠું દહીં

જો તમને ખાટા ઓડકાર અને ઉલ્ટીની સમસ્યા થઇ રહી છે તો, દહીંમાં ખાંડ મિક્સ કરીને ખાવું. આમ કરવાથી પેટને ઠંડક મળશે.

પપૈયુ

પપૈયામાં પપેન નામનું એન્જાઇમ હોય છે, જે એસિડિટીની સમસ્યાને દૂર કરે છે. પપૈયુ ગેસ્ટ્રિક એસિડના સ્ત્રાવને ઓછું કરે છે, જેનાથી એસિડિટીમાં રાહત મળે છે.

અજમો

શેકેલા અજમાનું સેવન કરવાથી એસિડિટી અને પેટ ફૂલવાની સમસ્યા દૂર થાય છે. આનાથી પાચનતંત્ર મજબૂત બને છે.

છાસનું સેવન

છાસમાં રહેલું લેક્ટિક એસિડ પાચનક્રિયાને મજબૂત બનાવે છે. આના સેવનથી પેટની ગરમી શાંત પડે છે. એસિડિટીમાં પણ રાહત મળે છે.

ટેટૂ બનાવડાવતા પહેલાં જાણી લો તેની સાઇડ ઇફેક્ટ