આજકાલ ટેટૂનો શોખ હોય છે. જો તમે પણ ટેટૂ બનાવડાવવાના હોય તો કેટલીક વાતનું ધ્યાન રાખવું જોઈએ.
શું તમે જાણો છો કે, ટેટૂથી સ્કિન કેન્સર થવાની સંભાવના વધી જાય છે. તેનાથી બચવા માટે ક્યારે બીજા વ્યક્તિના ટેટૂવાળી સોઈથી ટેટૂ ના બનાવડાવવું.
ટેટૂ બનાવવા માટે ઇંકમાં રહેલાં કેમિકલ જેવા કે મરકરી અને કોપર સ્કિન માટે ખૂબ જ હાનિકારક હોય છે.
ટેટૂની ઘણી ડિઝાઈન એવી હોય છે જે ઉંડે સુધી જાય છે. જેથી માંસપેશીઓને ઘણું નુકસાન થાય છે.
ટેટૂ બનાવ્યા પહેલાં હેપેટાઇટિસ બીની રસી જરૂર લેવી જોઈએ અને કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે જ ટેટૂ બનાવડાવવું જોઈએ.
જો તમારી સ્કિન સેન્સેટિવ છે તો ટેટૂ બનાવડાવવું નહીં. ઘણાં લોકોને ટેટૂ બનાવવાથી એલર્જી પણ થઈ શકે છે.
જો તમે ટેટૂ બનાવવા જાવ છો તો સાફ સફાઈનું ધ્યાન રાખો. જ્યાં પણ ટેટૂ બનાવડાવો ત્યાં એન્ટિબાયોટિક ક્રીમ જરૂર લગાવડાવો.
એક ખાસ વાતનું ધ્યાન રાખવું. શરીરના એવા કોઈ પણ અંગ પર ટેટૂ ના બનાવડાવવું જ્યાં મસો કે તલ હોય.