ફ્રિઝમાં ના રાખો આ વસ્તુ, થશે આવું નુકસાન


By Kishan Prajapati21, Feb 2023 05:55 PMgujaratijagran.com

ફ્રિઝમાં સામાન

આજકાલ ફ્રિઝ દરેકના ઘરે છે. લોકો તેમાં ઘણાં સમય સુધી ખાદ્ય વસ્તુ મૂકીને ફ્રિઝમાં રાખે છે.

થઈ શકે છે નુકસાન

ઘણી વસ્તુ એવી હોય છે જે ફ્રિઝમાં રાખવી જોઈએ નહીં. જેના વિશે અમે તમને જણાવીએ.

બટેકા

બટેકાને હંમેશા નોર્મલ ટેમ્પરેચરમાં રાખવા જોઈએ છે. જેથી ટેક્સચર મેન્ટેન રહે.

ટમેટા

ટમેટાને ફ્રિઝમાં રાખવાથી તેના પોષકતત્વો નષ્ટ થાય છે. આ સાથે જ ટમેટાનો ફ્લેવર, સ્વાદ અને રસ પણ નાશ પામે છે.

મધ

મધને ફ્રિઝમાં રાખવાથી તે જામી જાય છે અને ખરાબ થઈ જાય છે. મધની ખાસિયત છે કે, તે કેટલાય સમય સુધી ખરાબ થતું નથી.

કોફી બીન્સ

કોફી બીન્સને ફ્રિઝમા રાખવા જોઈએ નહીં. કોફી બીન્સને ફ્રિઝમાં રાખવાથી તેની સ્મેલ બીજી વસ્તુમાં આવી જાય છે.

ખાટા ફળ

ખાટા ફળ જેવા કે, લીંબુ, સંતરા, મોસંબી પણ ફ્રિઝમાં રાખવી નહીં. આ ફળને રાખવાથી તેની છાલ કાળી પડી જાય છે અને તેનો રસ સૂકાઈ જાય છે.

કેળા

કેળાને ફ્રિઝમાં રાખવાથી તે પાકી જાય છે અને તેના પોષકતત્વો પણ નાશ પામે છે.

આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે

યુરિક એસિડ ઓછું કરી શકે છે આ ફળ