પેશાબને લાંબા સમય સુધી રોકીને રાખવાના કારણે કિડની પર વિપરિત અસર થાય છે. જેના પરિણામે કિડની ફેઈલિયોર અથવા કિડની સાથે સંકળાયેલી અન્ય બીમારીઓનો ખતરો વધી જાય છે
યુરિનમાં રહેલ બેક્ટેરિયા લાંબા સમય સુધી મુત્રાશયમાં રહેવાના કારણે UTI ઈન્ફેક્શનના ખતરાને વધારી શકે છે.
વધારે સમય સુધી યુરિન રોકવાના કારણે પેશાબ કરતી વખતે તીવ્ર બળતરા થાય છે. આથી ભૂલથી પણ પેશાબને રોકી રાખવાનો પ્રયાસ ના કરશો.
પેશાબને લાંબા સમય સુધી રોકી રાખવાથી પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. આથી બને ત્યાં સુધી પેશાબને વધારે સમય સુધી રોકીને ના રાખશો
તમે દર 3-4 કલાકે પેશાબ કરવા જઈ શકો છો. વધારે પાણી પીવો, જેથી શરીરમાં બેક્ટેરિયા જમા ના થાય અને યુરિન આવવા પર તેને રોકવાનો પ્રયાસ ના કરશો
પેશાબને વધારે સમય સુધી રોકીને રાખવાના કારણે બળતરા, પેટમાં ભારેપણું, વારંવાર પેશાબ કરવા જવાની ઈચ્છા અને પેશાબમાં લોહી ટપકવાની સમસ્યા સર્જાઈ શકે છે.
જો પેશાબ કરતી વખતે તમને ઉપર જણાવેલી કોઈ સમસ્યા જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.