કોલેસ્ટ્રોલ લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલી ગંભીર સમસ્યા છે, જે ખાણી-પીણીની ખરાબ આદતો અને બેઠાડું જીવનશૈલીના કારણે થાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે.
જો તમે વધી રહેલા કોલેસ્ટ્રોલની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો તમારે કેટલાક રામબાણ ઈલાજ અજમાવવા જોઈએ. જે કોલેસ્ટ્રોલને ઘટાડીને તમને સ્વસ્થ રાખશે.
કોલેસ્ટ્રોલની સમસ્યામાં ગ્રીન ટી ફાયદેમંદ મનાય છે. એવામાં દરરોજ સવારે એક કપ ગ્રીન ટી પીવાથી કોલેસ્ટ્રોલનું લેવલ શરીરમાં ઓછું થવા માંડે છે.
વિટામિન Cથી ભરપુર આમળા કોલેસ્ટ્રોલના દર્દીઓએ પોતાની ડાયટમાં સામેલ કરવા જ જોઈએ. આમળાનું સેવન બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે.
હાઈ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે સવારે હુંફાળા પાણીમાં એક કળી લસણનું સેવન કરવું જોઈએ. લસણમાં એલિસિન નામનું એન્જાઈમ મળી આવે છે. જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે.
લીંબુ પાણી કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદેમંદ મનાય છે. દરરોજ લીંબુનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે.
આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવા ઉપરાંત દરરોજ એક્સરસાઈઝ પણ કરવી જરૂરી છે. કોલેસ્ટ્રોલના દર્દીઓએ દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી એક્સરસાઈઝ કરવી જોઈએ.