લવિંગ એક એવો મસાલો છે જે દરેક લોકોના ઘરમાં સરળતાથી મળી રહે છે. લવિંગ અનેક બીમારીઓમાંથી બચાવવામાં મદદ કરે છે.
લવિંગમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયરન, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, ઝિંક અને કોપર જેવા તત્વો હોય છે.
દરરોજ લવિંગનું પાણી પીવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે, જે શરીરમાં કોઇ પણ પ્રકારના સંક્રમણ સામે રક્ષણ આપે છે.
લવિંગના પાણીમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણ મળી આવે છે, જે ત્વચા સંબંધીત અનેક સમસ્યાઓ દૂર કરે છે.
લવિંગનું પાણી પીવાથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારે છે અને લોહીમાં સુગરની માત્રા ઓછી કરે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ લવિંગનું પાણી પીવું જોઈએ.
ઓરલ હેલ્થ માટે લવિંગ અને એનું પાણી ખૂબ જ ફાયદાકારક છે, લવિંગનું પાણી પીવાથી દાંત અને મોંઢાની દુર્ગંધ દૂર કરે છે.
જમ્યા પછી લવિંગનું પાણી પીવાથી પાચન સુધારે છે.
ગ્લાસ કે બોટમાં પાણી ભરી અને તેમાં બેથી ત્રણ લવિંગ નાખી તમે દિવસમાં બેથી ત્રણ વાર લવિંગનું પાણી પી શકો છો.
જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.