ખાલી પેટ આ વસ્તુઓ ખાવી ઝેર સમાન, ખબર પણ નહીં પડે અને આ બીમારીઓ ઘેરી લેશે તમને


By Sanket M Parekh23, Jul 2023 03:40 PMgujaratijagran.com

હેલ્ધી ફૂડ

સવારના પહોરમાં હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, કારણે કે જે તમે સવારમાં ખાવ છો, તેની અસર દિવસભર રહે છે.

કૉફી કે ચા

મોટાભાગે લોકો પોતાની દિવસની શરૂઆત ચા અથવા કૉફી સાથે કરે છે. જો કે ખાલી પેટ કેફિન યુક્ત પીણા પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

ખાટા ફળ

ફળ આપણાં સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે, પરંતુ ખાલી પેટ ખાટા ફળો ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફ્રક્ટોજ અને ફાઈબર મળી આવે છે.

સલાડ

સલાડ અને કાચા શાકભાજીમાં ફાઈબર ભરપુર હોય છે. જે સરળતાથી નથી પચતું. જેને ખાવાથી પેટમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે.

ઠંડા પદાર્થ

સવારના પહોરમાં ઠંડા પીણી પીવાથી બચવું જોઈએ, કારણ કે તે પાચનને મંદ પાડી દે છે. જે પેટની સમસ્યાનું કારણ બની શકે છે.

તળેલો ખોરાક

સવારના પહોરમાં તળેલુ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં તેલ અને મસાલા હોય છે. જેને ખાવાથી પેટમાં બળતરા અને એસિડિટી થઈ શકે છે.

ઘૂંટણના દુખાવાથી પરેશાન થઈ ગયા છો, આ રીતે રાહત મળશે