કોથમીર ખાવાના આ રહ્યા ચમત્કારીક ફાયદા, જાણી લો


By Prince Solanki11, Jan 2024 05:22 PMgujaratijagran.com

કોથમીર

શાકથી લઈને ઘણી વાનગીઓ બનાવતી વખતે કોથમીરનો ઉપયોગ કરવામા આવે છે. કોથમીરના બીજ તથા પાઉડરને રસોડામા રોજ ઉપયોગ કરવામા આવે છે.

કોથમીરના ફાયદા

કોથમીરનો ઉપયોગ દરેક લોકો કરે છે, પરંતુ તેનાથી સ્વાસ્થ્ય સંબધિત મળતા ફાયદા વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે.

આંખોની રોશની વધે

વિટામિન એથી ભરપૂર કોથમીરનુ સેવન કરવાથી આંખોની રોશની તેજ બને છે. ડાયટમા તેને સામેલ કરવાથી આંખોમા થતો દુખાવો ઓછો થાય છે.

શરીરને મળે છે પોષણ

કોથમીર શરીરને પોષણ આપવાનુ કામ કરે છે. કોથમીરમા કેલ્શિયમ, વિટામિન સી, પોટેશિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે.

રોગપ્રતિકારક શક્તિ વધે

કોથમીર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે. કોથમીરમા રહેલી વિટામિન સીની હાજરી શરીરને અનેક બીમારીઓથી બચાવે છે.

પાચનતંત્ર રહે છે તંદુરસ્ત

જે લોકોને પાચન સંબધિત સમસ્યા છે, તે લોકોએ કોથમીરનુ સેવન જરુરથી કરવુ જોઈએ. તેના સેવનથી પાચન સંબધિત સમસ્યા જેવી કે ગેસ, અપચો, કબજિયાત દૂર થાય છે.

બ્લડશુગરને કંટ્રોલ કરે

કોથમીરનુ સેવન કરવાથી શરીરમા બ્લડશુગરને પણ કંટ્રોલ કરી શકાય છે. જો તમે રોજ કોથમીરનુ સેવન કરો છો તો ડાયાબિટીસનુ જોખમ ઓછુ થાય છે.

આ રીતે ખાઓ કોથમીર

કોથમીર ખાવાની સરળ રીત એ છે કે તેને દાળ અને શાકભાજીમા નાખીને ખાઓ. આ ઉપરાંત કોથમીરની ચટણી બનાવીને પણ ખાઈ શકો છો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

મકરાસન કરવાથી શરીરને મળે છે અનેક ફાયદા