કેસરમાં રહેલ કેરોટીનાયડ રોગ પ્રતિકાર ક્ષમતાને સુધારે છે. કેસર શ્વેત રક્ત કોશિકાઓમાં વધારો કરે છે જે રોગ સામે લડવામાં મદદ કરે છે.
કેસરમાં એન્ટિઓક્સીડેન્ટ તત્વ હોય છે જે આંખની રોશનીને સુધારે છે. આંખ સાથે જાડાયેલી બીમારીને ઓછી કરે છે.
કેસરમાં રહેલું ક્રોસિન નામું તત્વ કેન્સર સેલને ખતમ કરવામાં મદદ કરે છે. નવા કેન્સર સેલને બનતા પણ રોકે છે.
કેસર ભૂખને ઓછી કરે શરીરમાંથી કેલરીની માત્રા ઘટાડે છે. હ્રદય સંબંધિત બીમારી અને બીપીના જોખમને પણ ઘટાડે છે.
કેસરના ઉપયોગથી અનિંદ્રાથી રાહત મળે છે. રાતે ગરમ દૂધમાં કેસર મેળવીને તેનું સેવન કરવું જોઈએ.
કેસરનું સેવન સાંધાના દુખાવાને ઓછા કરે છે. હાડકા સંબંધિત મુશ્કેલીઓમાં રાહત આપે છે.