જો તમે તમારા શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માંગો છો તો ખાવા-પીવા અને સ્વસ્થ જીવનશૈલી એ વાસ્તવિક ચાવી છે.
વિટામિન C શરીરને સ્વસ્થ રાખવા માટે સૌથી વધુ જરૂરી પોષક તત્વોમાંનું એક છે.
વિટામિન Cએ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. જે ત્વચા અને હાડકાંને સ્વસ્થ રાખવા માટે જરૂરી માનવામાં આવે છે.
વિટામિન C શરીરમાં આયર્નના શોષણમાં પણ મદદ કરે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
વિટામિન Cથી ભરપૂર ફળો અને શાકભાજીનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી કરચલીઓ અને ફાઈન લાઈન્સની સમસ્યા દૂર થાય છે જે તમને વૃદ્ધાવસ્થામાં પણ યુવાન રહેવામાં મદદ કરે છે.
આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે વિટામિન Cની યોગ્ય માત્રા વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તમારા આહારમાં વિટામિન Cથી ભરપૂર ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.
તમારા આહારમાં વિટામિન Cથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે તમને ગંભીર રોગોથી પણ બચાવે છે.
વિટામિન Cની ઉણપથી સ્કર્વી થાય છે જેમાં પેઢામાંથી લોહી નીકળે છે. આવી સ્થિતિમાં વિટામિન Cથી ભરપૂર વસ્તુઓ ખાવ.
જીવનશૈલી સંબંધિત તમામ મોટા સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.