સ્વાદમાં ખાટી મીઠી લાગતી આમલી સ્વાદમાં જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ખાસ કરીને આમલીનું ઉનાળામાં સેવન કરવા માટે ઘણું લાભદાયક છે. આ ગરમીમાં આમલી પન્ના પીવાથી સનસ્ટ્રોક અને હીટ સ્ટ્રોકથી બચવામાં મદદ મળે છે. આમલીમાં વિટામિન એ, સી, કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ અને આયર્ન જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે ગરમીથી બચાવવા અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે
ઉનાળામાં આમલીનું પાણીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે, આ પીવાથી હીટસ્ટ્રોક જેવી સમસ્યાથી બચી શકાય છે
આમલીમાં ભરપૂર માત્રામાં આયર્ન અને પોટેશિયમ હોય છે જે શરીરના બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવામાં મદદ કરે છે
ઉનાળાની ઋતુમાં અપચોની સમસ્યા ખૂબ જોવા મળે છે, આ સમસ્યાથી છુટકારો મેળવવા પાકેલી આમલીનું સેવન કરવું જોઈએ, તે મોઢામાં સ્વાદ પણ ઉમેરે છે અને અપચામાં પણ રાહત આપે છે
25 ગ્રામ આમલીને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. એક કલાક પછી આ પાણીમાં આમલી ઓગાળીને ગાળીને આ પાણીનું સેવન કરો