ઠંડીમા ઘણા પ્રકારની શિયાળા સ્પેશિયલ શાકભાજી બજારમા આવતી હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જેમાથી શક્કરીયા છે. શક્કરીયાને અંગ્રેજીમા આપણે સ્વીટ પોટેટો તરીકે પણ ઓળખીએ છીએ.
શક્કરીયામા પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, સોડિયમ તથા વિટામિન સી જેવા પોષકતત્વો ભરપૂર પ્રમાણમા હોય છે.
ચામડી સાથે જોડાયેલી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે તમે શક્કરીયાનુ સેવન કરી શકો છો. તેમા બીટા કૈરોટીન ગુણ હોય છે. તે સૂર્યના હાનિકારક કિરણોથી ચામડીને બચાવે છે.
શરીરમા મસલ્સ બનાવવા માટે તમે બીટા કૈરોટીન, વિટામિન સી, ફાઈબર, કાબ્રોહાઈડ્રેટ, પોટેશિયમથી ભરપૂર શક્કરીયા ખાઓ. તમે તેને શેકીને અથવા બાફીને ખાઈ શકો છો.
શક્કરીયાના સેવનથી શરીરને વિટામીન એ અને બીટા કૈરોટીન જેવા ગુણ હોય છે. આ ખાવાથી આંખો પણ સ્વસ્થ રહે છે. શક્કરીયા આંખોમા થતા ઝામરના રોગથી પણ બચાવે છે.
વાળને સ્વસ્થ રાખવા માટે તમે શક્કરીયાનુ સેવન કરી શકો છો. તે કેરાટીનને વધારે છે ,જેનાથી વાળ સ્વસ્થ રહે છે.