ફણગાવેલા મગ ખાવાના અઢળક ફાયદા છે


By Vanraj Dabhi08, Sep 2023 01:02 PMgujaratijagran.com

જાણો

ફણગાવેલા મગ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે.તેમાં જરૂરી પોષક તત્વોની સાથે-સાથે ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે,જે પાચન સહિત આખા શરરીને ફિટ રાખવામાં મદદરૂપ છે, ચાલો જાણીએ.

પાચન સુધારવા

ફણગાવેલા મગમાં ફાયબરનું પ્રમાણ હોય છે, જે પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ છે, તે દરરોજ સેવન કરવાથી મેટોબોલિઝમ વધે છે અને ગેસની સમસ્યા દૂર થાય છે.

એનિમિયા દૂર કરે

ફણગાવેલા મગમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે તેથી તેના સેવનથી લોહીમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે.એનિમિયાની સમસ્યા હોય તો રોજ તેનું સેવન કરવાથી ફાયદો થશે.

સ્વસ્થ આંખો માટે

વિટામિન Aથી ભરપૂર ફણગાવેલ મગ ખાવાથી આંખો સ્વસ્થ રહે છે,તેમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ આંખોના કોષોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

સારા કોલેસ્ટ્રોલ વધારવા

ફણગાવેલા મગમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવી

પોષક તત્વોથી ભરપૂર ફણગાવેલા મગ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ અસરકારક છે, તેનું રોજ સેવન કરવાથી મોસમી રોગોથી બચી શકાય છે.

વજન ઘટાડે

જો તમે વજનને સંતુલિત રાખવા માંગો છો, તો રોજિંદા આહારમાં ફણગાવેલા મગનો સમાવેશ કરો, હજી વધુ સારું તેને નાસ્તામાં ખાવ.

રક્ત પરિભ્રમણ વધારે

ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે,જેના કારણે શરીરના દરેક અંગ સક્રિય અને સ્વસ્થ રહે છે.

વાંચતા રહો

તમારે પણ ફણગાવેલા મગ ખાવા જોઈએ, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દરરોજ ગ્રીન ટી પીવો ચરબી બરફની જેમ ઓગળી જશે, આ રીતે સેવન કરો