દરરોજ ગ્રીન ટી પીવો ચરબી બરફની જેમ ઓગળી જશે, આ રીતે સેવન કરો


By Vanraj Dabhi08, Sep 2023 12:48 PMgujaratijagran.com

જાણો

મોટાભાગે મહિલાઓ તમેના વજનને લઈને ખૂબ જ ચિંતિત હોય છે, જો તમે ઓછી મહેનતે વજન ઘટાડવા માંગો છો તો તમારે ગ્રીન ટી સાથે કેટલીક વસ્તુઓનું કરવું જોઈએ, આ તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરશે, ચાલો જાણીએ.

આદુ મિક્સ કરો

ગ્રીન ટીમાં આદુનો રસ નાખીને પીવાથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો,તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

લીંબુ સરબત

લીંબુનો રસ વજન ઘટાડવામાં મદદરૂપ છે, ગ્રીન ટીમાં લીંબુનો રસ નાખીને પીવાથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો.

તજ

તેના ઔષધિય ગુણો ઘણા છે તેની અંદર એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે,તે મેડાબોલિઝમને વેગ આપે છે અને વજન ઘટાડે છે,તમે તેના પાવડરને ગ્રીન ટીમાં મિક્સ કરીને પી શકો છો.

હળદર પાવડર

તેમાં રહેલ ગુણો વજન ઘટાડવામાં મદદરૂપ છે, આ માટે તમે ગ્રીન ટીના કપમાં અડધી ચમચી હળદર નાખીને ગ્રીન ટી પી શકો છો.

ફુદીના

તાજું અને ઠંડક આપે છે, ફુદીનો ભૂખ ઘટાડે અને વજન ઘટાડવામાં મદદ કરે છે, ગ્રીન ટી બનાવતી વખતે તમે તેમાં ફુદીનાના પાનનો ભૂકો નાખી શકો છો.

મધ

તે તમારી ચાનો સ્વાદ વધારવામાં જ નહીં પરંતુ તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે,તેમાં મિનરલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે વજન ઘટાડવા માટે ફાયદાકારક છે.

ગુલાબની પાંદડી

આ માત્ર તમારી ગ્રીન ટીનો સ્વાદ વધારવા માટે જ નહીં પરંતુ ઝડપથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે,તમે તેની પાંખડીઓને ટીમાં મિક્સ કરી પી શકો છો.

વાંચતા રહો

તમે પણ ગ્રીન ટીમાં આ વસ્તુઓ નાખીને ટ્રાય કરી શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આમળાનું સેવન ત્વચા માટે ફાયદાકારક છે