ઘણા લોકો શિયાળામાં તડકામાં બેસીને મગફળી ખાવાનું પસંદ કરે છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો તમે શિયાળામાં મગફળીને પલાળીને ખાઓ તો તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ચાલો આ વિશે જાણીએ.
શિયાળામાં ઘણીવાર એસિડિટીની સમસ્યા થાય છે. આ તકે જો તમે સવારે પલાળેલી મગફળી ખાવ છો તો તે એસિડિટીથી રાહત આપે છે.
જો તમને શિયાળામાં સાંધાનો દુખાવો થવા લાગે છે તો પલાળેલી મગફળી ખાવાથી ફાયદો થશે. તેની સાથે ગોળ ખાવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે.
પલાળેલી મગફળી ખાવાથી રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ મળે છે, મગફળી તાસિર ગરમ હોવાથી તે શરીરમાં ગરમી જાળવી રાખવામાં મદદ કરે છે.
જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમે તમારે પલાળેલી મગફળી ખાઈ શકો છો. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ ઓછા અને પ્રોટીન અને ફાઈબર વધુ હોય છે. તેથી તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
શિયાળામાં ઠંડીને કારણે કોઈને કામ કરવાનું મન થતું નથી. તેથી પ્રોટીન, ફેટ અને ફાઈબરથી ભરપૂર મગફળી ખાવાથી શરીરમાં એનર્જી લાવવામાં મદદ મળે છે.
પલાળેલી મગફળીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી હાડકાંને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
આ માટે દરરોજ રાત્રે સૂતા પહેલા એક મુઠ્ઠી મગફળીને પાણીમાં પલાળી રાખો. આ પછી બીજા દિવસે સવારે તેનું સેવન કરો.
શરીર સંબંધિત કોઈ સમસ્યા હોય તો નિષ્ણાતની સલાહ લીધા પછી જ મગફળી ખાવ, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.