ઠંડીમા તેલનો ઉપયોગ કરવાથી ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે. તેલને ખાવા ઉપરાંત શરીર પર લગાવવાથી સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓથી બચી શકાય છે. ચલો વિસ્તારમા જાણીએ.
તલના તેલને શરીર પર લગાવવાથી હાડકાઓ મજબૂત બને છે. તલના તેલમા જિંક, આયરન, કેલ્શિયમની માત્રા વધારે હોય છે, જે હાડકાઓને મજબૂત રાખે છે. આ ઉપરાંત ઘૂટણની સમસ્યા દૂર થઈ શકે છે.
તલના તેલને શરીર પર લગાવવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમા રાખવામા મદદ મળે છે. તેમા રહેલા એંટી ઓક્સિડેંટ ગુણો બ્લડ પ્રેશરને નિયંત્રણમા મદદ કરે છે.
તલના તેલમા રહેલુ ટાઈરોસીન નામનુ અમીનો એસીડ ડિપ્રેશનને દૂર કરે છે. તલના તેલને ખાવામા ઉપયોગ કરવાથી માનસિક સ્વાસ્થ્યમા સુધારો થાય છે.
તલના તેલમા રહેલુ મેગ્નેશિયમ લોહીમા રહેલા શુગરને ઓછુ રાખે છે. જેથી ડાયાબિટીસને કંટ્રોલમા રાખવામા મદદ મળે છે.
તલના તેલમા રહેલુ આયરન શરીરમા આયરનની ઉણપને દૂર કરે છે. જેનાથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે.