કેસુડાના ફૂલ શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જાણો કેવી રીતે


By Vanraj Dabhi16, Mar 2024 10:59 AMgujaratijagran.com

કેસુડાના ફૂલ

કેસુડાના ફૂલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં રહેલા ઔષધીય ગુણો શરીરને સ્વસ્થ અને ફિટ રાખવામાં મદદ કરે છે, જાણી લો તેના ફાયદા વિશે.

નિષ્ણાત અભિપ્રાય

આયુર્વેદાચાર્યના જણાવ્યા અનુસાર,કેસુડાના ફૂલ,ફળ,છાલ અને મૂળનો ઉપયોગ કમરનો દુખાવો અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. તેમજ તેની પેસ્ટનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત થાય છે.

ઝાડાની સમસ્યા

કેસુડાના ફૂલ ડાયેરિયાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે કેસુડાના ફૂલની છાલને આખી રાત પાણીમાં પલાળીને સવારે તેમાં ખાંડ મિક્સ કરીને તેનું સેવન કરો.

કબજિયાત

કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે કેસુડાના ફૂલનો ઉપયોગ કરો. આ ફૂલને તમે શાકભાજીની જેમ ખાઈ શકાય છે.

પીઠનો દુખાવો

કેસુડાના ફૂલ કમરનો દુખાવો મટાડે છે. આ કેસુડાના ફૂલનું શાક ખાવાથી હાડકા મજબૂત બને છે. અને શરીરની શક્તિમાં વધારો કરે છે.

લોહી શુદ્ધિકરણ

કેસુડાના ફૂલ રક્ત સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વો પણ બહાર નીકળી જાય છે.

ત્વચાની સમસ્યાઓ

કેસુડાના ફૂલ એન્ટી એજિંગ,ખીલ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ દૂર કરે છે.

ડૉક્ટરની સલાહ લો

કેસુડાના ફૂલનો ઉપયોગ કરતી વખતે જો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય,તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

વાંચતા રહો

આ બધા રોગો કેસુડાના ફૂલથી મટે છે.સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Summer Recipes : ઉનાળામાં દહીં વડે ઘરે વિવિધ પ્રકારના ટેસ્ટી રાયતા ટ્રાય કરો