દરરોજ સવારે 5 મિનિટ સુધી હથેળીઓને ઘસવાથી સંપૂર્ણ સ્વસ્થ લાભ થાય છે. તમારા દિવસની શરૂઆત હથેળીઓને ઘસવા સાથે જ કરવી જોઈએ.
હથેળીઓને ઘસવાથી શરીરને એનર્જી મળે છે. આમ કરવાથી બ્લડ ફ્લો પણ વધવા લાગે છે.
જો તમે હથેળીઓ ઘસ્યા બાદ તેને આંખ પર રાખો છો, તો ગરમાવાથી આંખનો તણાવ દૂર થવા લાગે છે. આ ઉપરાંત બ્લડ સર્ક્યુલેશન પણ વધવા લાગે છે.
હથેળીઓને ઘસવાથી કાંડા અને આંગળીૉ જકડાઈ જવા જેવી સમસ્યા દૂર થવા લાગે છે. જેનાથી માંસપેશી પણ મજબૂત થવા લાગે છે.
ઠંડીના સમયમાં ઘણી વખત લોકો હથેળીઓ ઘસે છે. આમ કરવાથી શરીરમાં ગરમાવો આવવા લાગે છે. ખાસ કરીને હાથ ગરમ થઈ જાય છે.
જ્યારે હથેળી ઘસ્યા બાદ આંખ પર રાખો છો, તો બ્રેઈન પાવર બૂસ્ટ થાય છે. જેનાથી તમારી વિચારવાની અને સમજવાની ક્ષમતા વધવા લાગે છે.
દરરોજ હથેળીઓ ઘસવાથી શરીરની એક્ટિવિટી વધે છે. આ સાથે જ તમારો આત્મવિશ્વાસ પણ વધવા લાગે છે.
સવારે હથેળીઓ ઘસ્યા બાદ આંખ પર રાખો. આમ કરવાથી આંખોનું તેજ જળવાઈ રહે છે.