દરરોજ સવારે ખાલી પેટ અશ્વગંધાનું સેવન કરવાથી પ્રજનન ક્ષમતા વધારવામાં મદદ મળે છે. જેના સેવનથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ વધે છે. આ સાથે જ શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા પણ વધે છે.
અશ્વગંધામાં કોર્ટિસોલનું પ્રમાણ ઓછું હોય છે. જેનાથી તણાવ નથી થતો. સવારે ખાલી પેટ અશ્વગંધાનું સેવન કરવાથી તણાવના લક્ષણો દૂર થાય છે. આમ અશ્વગંધા મૂડ સુધારવામાં મદદરૂપ થઈ શકે છે.
અશ્વગંધા હાર્ટ માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. જેમાં એન્ટી ઑક્સીડેન્ટ હોય છે, જે હાર્ટને ફ્રી રેડિકલ્સથી થનારા નુક્સાનથી બચાવે છે. આ સાથે જ તે હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને પણ ઘટાડે છે.
અશ્વગંધાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે. જેમાં રહેલા ગુણ બેક્ટેરિયા અને વાયરલ ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. ઈમ્યુનિટી વધારવા માટે તમામ વયના લોકો સવારે અશ્વગંધાનું સેવન કરી શકે છે.
થાઈરોઈડના દર્દીઓએ દરરોજ સવારે અશ્વગંધાનું સેવન કરવું જ જોઈએ. જેનાથી થાઈરોઈડનું સ્તર કંટ્રોલમાં રહે છે. આ સાથે જ થાઈરોઈડના કારણે થનારી સમસ્યા પણ દૂર થાય છે.