શું તમે જાણો છો કે ગુલાબજળની મદદથી માત્ર ચહેરો જ નહીં સ્વાસ્થ્ય પણ સારૂં બને છે. આવો જાણીએ તેના વિશે.
ગુલાબજળનો ઉપયોગ આંખોના ટીપા તરીકે થાય છે. તેને આંખોમાં નાખવાથી મોતિયો અને ડિક્રિયોસાઈટિક્સ જેવી સમસ્યાઓનું જોખમ ઓછુ થાય છે.
ગુલાબજળમાં એન્ટિસેપ્ટિક અને એન્ટી-બેક્ટેરિયલ તત્વો હોય છે.તેને તમે ઘાવ લાગવાથી થતી બળતરા થતી હોય ત્યાં લગાવી શકો છો.જેનાથી તમને રાહત મળે છે.
ગુલાબજળમાં એન્ટિસેપ્ટિક તત્વો હોય છે, જે શરીરમની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તેના ઉપયોગથી ઇન્ફેક્શનનું જોખમ ઓછું થાય છે.
તેમાં એન્ટી-ડિપ્રેશન અને એન્ટી-એન્ઝાયટી તત્વો છે. જે ડિપ્રેશન અને ચિંતાને દૂર કરી શકે છે. તેની મદદથી ઊંઘપણ સારી આવે છે.
ગુલાબજળ પાવાથી શ્વાસની સમસ્યા થતી નથી, કારણ કે તેમાં બળતરા વિરોધી તત્વો મળી આવે છે. તે ગળાના દુખામાં પણ ઉપયોગી થઈ શકે છે.
ગુલાબજળની સુગંધ તણાવ મુક્ત રાખવાનું કામ કરે છે અને માથાના દુખાવો અને માઈગ્રેન જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.અલ્ઝાઈમર્સે તેને શ્રેષ્ઠ સારવાર ગણવી છે.
ગુલાબજળનો ઉપયોગ કરવાથી ખરાબ પેટ,ગેસ,એસિડિટી અને કબજિયાત જેવી બીમારીઓથા રાહત મળે છે. તેનાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર વાંચવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.