બાળકોને કિસમિસ ખવડાવવાથી મળે છે આ 5 ફાયદા


By hariom sharma07, Apr 2023 04:43 PMgujaratijagran.com

કિસમિસના પોષકતત્ત્વો

- વિટામિન ઈ - સોડિયમ - ઝિંક - થિયામિન - મેગ્નેશિયમ

એનર્જી

કિસમિસમાં શરીરને તમામ પ્રકારના તત્ત્વો જેવા કે મિનરલ, વિટામિન, મેગ્નેશિયમ રહેલા હોય છે, જેને ખાવાથી શરીરમાં એનર્જી આવે છે સાથે જ કમજોરી અને સુસ્તી ઘટે છે.

ઈમ્યૂનિટી વધારે

કિસમિસમાં વિટામિન સી અને ઝિંક રહેલું હોય છે, જે ઇમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે. આ બાળકને ખવડાવવાથી તેમની ઈમ્યૂનિટી વધારે છે, જેનાથી શરદી, ખાંસી, તાવ જેવા સંક્રમણનું જોખમ ઘટે છે.

લોહીની ઉણપ દૂર કરે

જો બાળકોના શરીરમાં હિમોગ્લોબિનન ઉણપ છે અથવા તો જલદી થાકી થાય છે તો તેને કિસમિસ ખવડાવો. આનાથી લોહીની ઉણપ દૂર થાય છે, જેનાથી એનીમિયા થવાનો ખતરો ઘટે છે.

પેટ માટે ફાયદાકારક

બાળકોને કિસમિસ ખવડાવવાથી પેટ અને પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. આમાં ફાયબર હોય છે, જે ગેસ, અપચો અથવા તો મળત્યાગ સમયે થતી તકલીફો દૂર થાય છે.

માનસિક વિકાસમાં ફાયદાકારક

બાળકને કિસમિસ ખવડાવવાથી તેમની શારીરિક ક્ષમતા વધે છે, સાથે જ માનસિક વિકાસ પણ ઝડપી થાય છે. આનાથી મેમરી પાવર વધે છે, અને નર્વસ સિસ્ટમ પણ હેલ્ધી રહે છે.

વજન ઝડપથી ઓછું થશે, સવારે કરો આ કામ