મૂળાનો હલવો સ્વાદની સાથે ઘણી બીમારીઓનો છે રામબાણ ઈલાજ


By Prince Solanki11, Jan 2024 05:56 PMgujaratijagran.com

મૂળાનો હલવો

મૂળાનો હલવો સ્વાદમા તો એકદમ ટેસ્ટી હોય છે, પરંતુ શુ તમે જાણો છો મૂળાના હલવાના સેવનથી શરીરને સ્વાસ્થ્ય સંબધિત અનેક લાભો થાય છે?. ચલો જાણીએ મૂળાના હલવાના સેવનથી શરીરને મળતા અનેક લાભો વિશે.

મૂળામા રહેલા પોષકતત્વો

મૂળામા પ્રોટીન, વિટામિન એ, બી, સી, આયોડિન, ફાઈબર, ફોલિક એસિડ, કેલ્શિયમ અને આયરન જેવા ગુણ હોય છે.

પેટ માટે

મૂળાના હલવાના સેવનથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. મૂળામા આયરન, ફાઈબર, ફોસ્ફરસ જેવા પોષકતત્વો રહેલા હોય છે. જે કબજિયાત અને અપચો જેવી સમસ્યાને દૂર કરે છે.

હાડકાઓ મજબૂત કરે

હાડકાઓ કમજોર થવા પર તમારે સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા દૂર થઈ શકે છે. મૂળાના હલવામા કેલ્શિયમના ગુણ રહેલા છે, જે હાડકાઓને મજબૂતી આપે છે.

હાર્ટ હેલ્થ માટે

હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાથી બચાવા માટે તમારે મૂળાનો હલવો ખાવો જોઈએ. તેમા વિટામિન સી અને ફોલિક એસિડ રહેલા હોય છે.

કેવી રીતે બનાવો મૂળાનો હલવો? સ્ટેપ 1

મૂળાના હલવાને બનાવવા માટે તમે પહેલા 4-5 મૂળાને લો. તેને નાના નાના ટુકડા કરીને પીસી નાખો.

સ્ટેપ 2

હવે એક પાત્રમા દેશી ઘી નાખીને 5 મિનિટ પકવા દો. ત્યારબાદ તેમા માવાને ઉમેરો.

સ્ટેપ 3

માવાને ઉમેર્યા પછી તેને 10 મિનિટ પકાવા દો. હવે તેમા ખાંડ નાખી 7 થી 8 મિનિટ ચડવા દો. ત્યારબાદ તેમા ડ્રાઈફ્રૂટ્સ નાખીને ખાવાની મજા લો.

સમજૂતી

મૂળાના હલવાના સેવનથી સ્વાસ્થ્ય સંબધિત અનેક ફાયદા મળે છે પણ તેને બનાવવા માટે ખાંડનો ઉપયોગ થાય છે. જેથી ડાયાબિટીસના દર્દીઓએ તેના સેવન પહેલા ડોક્ટરની સલાહ લો.

કોથમીર ખાવાના આ રહ્યા ચમત્કારીક ફાયદા, જાણી લો